Followers

Monday, May 11, 2020

પિતાનો પોતાના દીકરા માટેનો નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત વાત , zoo kang



નિસ્વાર્થ પ્રેમ ........

   

              મિત્રો ,આજની વાત આપણા પ્રેમાળ પપ્પા માટે ........
        એક બાપ પોતાના બાળક માટે કેટલું કષ્ઠ સહન કરે છે એની .......આ નિસ્વાર્થ પ્રેમની સત્ય વાત.......
  પિતા માટે કહેવું હોય તો ........પિતા એટલે કે

"ફાટેલા ખીસ્સે ઠસોઠસ ભરેલી જવાબદારીઓ નો માલિક   "
 આ સુવાક્ય ને સાર્થક કરતી આજની વાત મિત્રો....... પપ્પા માટે  ૫ મિનીટ નો સમય કાઢીને વાંચજો .......

     ચીનના પર્વતીય વિસ્તારમાં રહેતો ઝૂ કાંગ  ખેતી કરીને ગુજરાન ચલાવે છે પરિવારમાં માત્ર બે જ સભ્યો છે એ અને એનો નાનો દીકરો પત્ની તો છોડીને જતી રહી છે કુદરતની કરુણતા જુઓ  દીકરો   વિકલાંગ છે પોતાની ગેરહાજરીમાં દીકરાને બીજા કોઈ પર આધારિત ન રહેવું પડે એટલે ઝૂ કાંગ  શિક્ષણના માધ્યમથી દીકરાના ભવિષ્યને  ઉજ્જવળ કરવાનો  સંકલ્પ કરે છે..

પિતાનો  પોતાના દીકરા માટેનો નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત વાત..........જરૂર વાંચજો




વિકલાંગ બાળક ને સ્વીકારવા કોઈ સ્કૂલ તૈયાર નહોતી પણ હાર માનીને બેસી જાય એ આ  પિતા નહોતો ઘરથી લગભગ સાત કિલોમીટર દૂર એક સ્કૂલ એના દીકરાને સ્વીકારવા માટે તૈયાર થઈ પણ આ શાળા  સુધી પહોંચવા વાહનની કોઈ સુવિધા નહોતી. શાળા  સુધી પહોંચવાનો રસ્તો સાવ સુમસામ , પથરાળ  અને નદી પર્વત પરથી પસાર થતો  એટલે કોઈ વાહન ચાલી શકે એવું નહોતું  .

 ઝૂ કાંગે  એનો ઉપાય શોધી કાઢી લીધો દીકરાને ઊભા રહેવામાં અનુકૂળ આવે એવો એક ટોપલો બનાવ્યો છોકરા ના પગ પણ વળી ગયેલા છે ,એટલે સામાન્ય માણસની જેમ ઊભો પણ  રહી શકે એમ નહોતો  એટલે એના માટે ખાસ ટોપલો બનાવ્યો   ટોપલામાં લઈને પિતા એના દીકરાને સાત કિલોમીટર દૂર શાળામાં  મુકવાા જાય..

ઝૂ કાંગ  રોજ સવારે પાંચ વાગ્યે જાગી જાય દીકરા અને પોતાના માટે રસોઈ બનાવે પછી દીકરાને તૈયાર કરી પોતાના ખભા પર બેસાડી સાત કિલોમીટર દૂર ચાલીને શાળાએ પહોંચી દીકરાને શાળાએ મૂકી પાછા ઘરે આવે કારણ કે ઘર ચલાવવા કામ પણ કરવું પડે શાળા પૂરી થાય એટલે પાછા દીકરાને લેવા જાય અને ફરીથી ચાલી ને ઘરે આવે  આમ રોજના  ૨૮ કિલોમીટર ચાલે .. આ ક્રમ રોજ નો બની ગયો હતો.   

           ઝૂ કાંગ નું  દીકરા પ્રત્યેનું  સમર્પણ રંગ લાવી રહ્યું છે એનો દીકરો અંધ અને અપંગ  હોવા છતાં આખા ક્લાસમાં પ્રથમ નંબર લાવે  છે ઝૂ કાંગને  પૂછવામાં આવ્યું કે તમેને   થાક નથી લાગતો એક માણસ આટલું કામ કેવી રીતે કરી શકે તેમણે જવાબ આપ્યો "દીકરા માટે કઈ  કરીએ તો થાક લાગે નહીં પણ થાક ઉતરી જાય"

                      "પપ્પા કેટલી ગરમી છે ...........
                        આ ખુલ્લા રણ માં એકેય ઝાડ નથી કે કોઈ ઘર પણ નથી 
                        આ કેટલો બધો તડકો છે ,,,,,,ને ક્યાય છાયડો પણ નથી 
                       એક કામ કર બેટા મારા પડછાયામાં ઉભોરહે  અને જો 
                       કેવું લાગે ....................
                       એકદમ   મસ્ત પાપા ઠંડક ઠંડક...... ઠંડક......
                        મને પણ બેટા ...................




કેટલાય પિતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના સંતાનના ભવિષ્ય માટે પોતાની જાતને ઘસી નાખતા હોય છે ઝૂ કાંગ જેવા તમામ પિતાઓ ને કોટી કોટી વંદન .


દોસ્તો ... આ ઝૂ કાંગના આ નિસ્વાર્થ પ્રેમ ની વાત ગમી હોય................. તો મિત્રો જોડે share કરજો like કરજો .........મળીશું નવા કોઈ વિષય સાથે...................નિસ્વાર્થ પ્રેમ 





પિતાનો  પોતાના દીકરા માટેનો નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત વાત..........જરૂર વાંચજો

2 comments: