Followers

Sunday, May 10, 2020

Mother's love for son interesting story


નિસ્વાર્થ પ્રેમ ..............                          

જયારે મિત્રો ,  પ્રેમની વાત આવે એટલે આપણે એક જ પ્રકારના પ્રેમ ને નજર સમક્ષ લાવીએ છીએ ...એજ પ્રેમ કોઈ 

ભાઈ બહેન વચ્ચેનો હોઈ શકે ,ભાઈ-ભાઈ વચ્ચેનો હોઈ શકે, બહેન-બહેન વચ્ચેનો પણ પ્રેમ હોઈ શકે મતલબ કે ,જે ભી 

આપણા નજીક હોય અને એ દુર જાય તો આપણને ગમે નહિ મન વિચલિત થઇ જાય એ પ્રેમ છે, પછી એ પ્રેમ એક મનુષ્યનો 

કોઈ પ્રાણી પ્રત્યેનો પણ હોઈ શકે.



 આજે આપણે  બધાએ MOTHER’S DAY ની ઉજવણી કરી. માતાના આ દિવસ ને ઉજવ્યો અને માંતા ના લાંબા આયુષ્ય માટે 

ભગવાનને પ્રાર્થના કરી......
Mother's love for son interesting story



આજની વાત મિત્રો માતાના નિસ્વાર્થ , અમૂલ્ય પ્રેમની છે જેની સરખામણી કદાચ દુનિયાના કોઈ પ્રેમ સાથે ના થઇ શકે

એક છોકરો અને છોકરી ઘણા સમયથી પ્રેમમાં હતા છોકરો અનહદ પ્રેમ કરતો હતો છોકરી પણ સામે પ્રેમ આપતી હતી  જેમ જેમ 

સમય ચાલતો ગયો તેમ તેમ બંને નો પ્રેમ પણ ગાઢ થતો ગયો પરંતુ એક સમય બન્ને વચ્ચે  કંઇક ગેરસમજ થઇ હશે તો છોકરી હવે 

છોકરાને દુર કરવા લાગી, પણ છોકરો એના વિના રહી શકે એમ નહોતો.




છોકરાની ઉમર સગાઇ કરવા લાયક થઇ ગઈ એના ઘરે એના પિતા તો બાળપણમાં જ એને મુકીને મૃત્યુ પામ્યા હતા તો 

એની માં એના  સગા સબંધીઓ છોકરી શોધવા લાગ્યા ...ઘણી છોકરીઓ બતાવી પણ છોકરોતો છોકરી ના પ્રેમ માં હતો તો 

જે ભી છોકરી એને બતાવામાં આવે બધા માં એનો જવાબ ના જ હતો ......અને સામે એ જે છોકરીને પ્રેમ કરતો હતો એ પણ એને 

દુર કરવા માગતી હતી .. આ વાત થી છોકરો સાવ અજાણ હતો .

Mother's love for son interesting story



એક દિવસ છોકરાએ છોકરીને કહ્યું કે હવે આપડે આપણા પ્રેમ વિષે ઘરે વાત કરવી જોઈએ અને અને આપડે લગ્ન કરી લેવા જોઈએ 

આ સાંભળીને છોકરીના ભવા ચડી ગયા ને વિચારવા લાગી કે હવે શું કરું હવે તો દેખાવાનો પ્રેમ લગ્ન સુધી પહોચ્યો હવે આમાંથી 

છુટકારો કેવી રીતે મેળવું.?...... છોકરી એ રસ્તો શોધી કાઢ્યો એને કહ્યું તું મારા માટે શું કરી શકે ? છોકરો કે તું કે   એ પ્રિય  છોકરી 

કે OK  તો હું લગ્ન કરું તારી સાથે એક શરત પર છોકરો કે આપણા પ્રેમ લગ્ન કરવા માટે  શરત ....... OK  બોલ છોકરી કે તું તારી 

માનું  હૃદય (કાળજું) કાઢી ને લાવે તો હું લગ્ન કરું જો તું મારા માટે કઈ પણ કરી શકતો હોય તો આ કર તો હું માનું કે તું મને કેટલો 

પ્રેમ કરે છે. છોકરી ને હતું કે આવી શરત મુકીશ તો છોકરો સામેથી લગ્ન માટે ના પાડશે અને જાતે જ દૂર થઇ જશે.


Mother's love for son interesting story



આ સાંભળીને જ છોકરાના પગ તળેથી જમીન સરકી ગઈ પણ એને એટલો લગાવ થઇ ગયો તો છોકરી જોડે કે એ એના વગર કશું 

જ વિચારી  શકતો નહોતો ..આ સપૂર્ણ છોકરાનું ગાંડપણ હતું... પણ હવે શું થાય એને શરત સ્વીકારી લીધી અને ગયો માં નું કાળજું કાઢવા .

એ પ્રેમ માં પાગલ છોકરા એ એની માને મારી ને એનું કાળજું  કાઢી લોહી થી  લથબથ માનું કાળજું લઈને નીકળ્યો છોકરી જોડે 

જયારે જતો હોય છે ત્યારે પગમાં ઠોકર વાગવાથી પડી જાય છે ત્યારે એ માનું કાળજું બોલી ઉઠે છે કે બેટા તને વાગ્યું તો નથીને 

...........દોસ્તો આ છે માનો પ્રેમ  ....આ છે માનો અનહદ નીસ્વાર્થ પ્રેમ ..... જે બેટા એ એને મારીને કાળજું કાઢ્યું તો ભી માતા નો 

પ્રેમ એ દીકરાની ચિંતા કરે છે. જે મર્યા પછી પણ પોતાના દીકરાનું ભલું વિચારે છે 


Mother's love for son interesting story







આજના આ દિવસ પર દુનિયાની દરેક માં ને ભગવાન દીર્ઘાયુ બક્ષે .......દરેક જનેતા ને દિલ થી ભાવપૂર્વક પ્રણામ...

દોસ્તો આપણી માતૃભાષામાં સરસ કહેવત છે

માં તે માં બીજા બધા વનવગડાનાં વા  , ગોળ વિના મોળો કંસાર માત વિના સુનો સંસાર

આ વાત કાલ્પનિક હોઈ શકે પણ દોસ્તો માતાના પ્રેમને બહુ સારી રીતે સમજાવે છે.

મિત્રો વાત ગમી હોય તો મિત્રો સાથે share કરજો like કરજો  ............Nisvarth Prem 


Mother's love for son interesting story





2 comments: