Followers

Saturday, May 9, 2020

Positive attitudes of CORONA, COVID 19 ના હકારાત્મક પાસાં, lock down 4.0


Positive attitudes of CORONA
         

દોસ્તો , આ આર્ટિકલને ૫ મિનીટ આપી જરૂર થી વાંચજો, આજે CORONA મહામારીથી આખી દુનિયા પીડાઈ રહી છે. આખી દુનિયા એનો સામનો કરી રહી છે કે ,આ મહામારી સામે કઈ રીતે જીતી સકાય એમાં આપણા દેશનો પણ સમાવેશ થઇ જાય.
        આપણે બધા જાણીએ છીએ કે આ એક ભયંકર રોગ છે. જેમાંથી આપણે સરકારની ગાઇડ લાઈનથી બચી શકીએ છીએ ,આ મહામારી થી બચવા જે નિયમો બનાવ્યા છે એનું પાલન કરીશું તો  આપણે ચોક્કસ આમાંથી બચી શકીશું અને પરીવારને પણ સુરક્ષીત રાખી શકીશું.
ખાસ વાત તો એછે દોસ્તો કે, આ મહામારી આપણને કઇંક કહેવા માંગે છે કંઇક યાદ આપાવે છે જે આપણે ભૂલી રહ્યા છીએ.
          

Positive attitudes of CORONA
     corona------- કહે છે કે, આપણી સંસ્કૃતિ શું છે આપણે કયા ધર્મમાં માનીએ છીએ ,આપણે  કયા વ્યવસાય સાથે સંકળાયેલ છીએ , આપણી આર્થિક પરિસ્થિતિ કેટલી સારી છે સમાજમાં આપણું કેટલું માન છે.આપણે ગરીબ છીએ કે અમીર આપણા પાસે કરોડોનો બંગલો છે કે પછી નાનકડી ઝુંપડી --------એનું કોઈ મહત્વ નથી દોસ્તો, કારણકે આ રોગ આમાંથી કશું જ જોઇને થતો નથી.....આ રોગ આપણા બધા સાથે સમાન રીતે વર્તાવ કરે છે ........તો દોસ્તો આપણે કેમ ભેદભાવ રાખીએ આપણે પણ દરેક વ્યક્તિ સાથે સમાન રીતે વર્તવું જોઈએ ......જે લોકો ભૂલી રહ્યા છે.

Positive attitudes of CORONA

corona------- સમજાવે છે કે, આપણો પરીવાર આપણું કુટુંબ આપણું  જીવન કેટલું મહત્વપૂર્ણ છે અને દોસ્તો આપણે બધાએ સુખી સમૃદ્ધ થવા માટે આપણી આર્થીક સ્થિતિ સારી કરવા માટે આપણે કેટલું અવગણ્યું છે.આજે આપણને સમજાય છે કે પરીવાર શું છે. આજે પરીવાર સાથે ૨૪ કલાક રહીએ છીએ તો પણ કદાચ એ આપણને ઓછા લગતા હોય એવું લાગે છે.....તો દોસ્તો યાદ કરો LOCKDOWN પહેલાના દિવસો એ દિવસોમાં  જે સમય તમે પરિવારને માટે ફાળવતા શું એ પૂરતો હતો ?  
corona------- કહેવા  માંગે છે કે આપણે બધા એક બીજા સાથે જોડાયલા છીએ, કેવી રીતે સમજાવે છે આપણે સારી રીતે જાણીએ છીએ દોસ્તો કે જે મને થાય છે એ તમને થાય છે તમને થાય છે એ બીજાને થાય છે મતલબ કે જે અસર એક વ્યક્તિને થાય છે તેની અસર બીજા પર પડે જ છે. તો દોસ્તો એક બીજા સાથે વેરભાવ શા માટે ?

Positive attitudes of CORONA

corona------- સાથે સાથે એ પણ યાદ અપાવે છે કે આ દુનિયામાં જે લોકો જુલ્મી બનીને આખી જીંદગી દમન કરે છે તેમના પર કોરોના દમન કરી એમની ભૂલો એમને યાદ અપાવે છે ......દોસ્તો આપણું સાચું કામ ફક્ત આપણું વિચારવામાં નથી કે જે બસ આપણા પૂરતું સીમિત બની રહે. આપણું સાચું કામ તો એક બીજાની મદદ કરવાનું એક બીજાની સુરક્ષા કરવાનું બીજાને જયારે આપડી જરૂર હોય ત્યારે હરખ ભેર એની સાથે રહી મદદ કરવાનું છે જે કદાચ આપણે ભૂલી રહ્યા છીએ જેના કારણે જે સમાજમાં અકલ્પ્ય  ઘટનાઓ બને  છે ત્યારે માનવતા મરીપરવારી હોય એવું લાગે છે.

Positive attitudes of CORONA
corona------- આપણું અભિમાન દુર કરવાનું અને સદાચારી અને સહકાર ભર્યું જીવન જીવવાનું યાદ કરાવે છે કારણ કે આપણે ગમેતેટલા શક્તિશાળી હોઈએ ભલે ને  આપણે આર્થિક કે રાજકીય રીતે પાવરફૂલ હોઈએ પણ પળવારમાં આ બધું નેસ્તનાબૂદ થઇ શકે છે.
દોસ્તો CORONA મહામારી છે એ ચોક્કસ વાત છે ...અને આપણે સ્વીકારવી રહી...પણ એ જીવનના ઘણા સારા પાઠ શીકવી જાય છે જે આપણે જીવનમાં ઉતારવા રહ્યા


આભાર -------------------Nisvarth Prem                        

Positive attitudes of CORONA

No comments:

Post a Comment