મુંબઈ એક એવું શહેર જ્યાં લાખો લોકો પોતાના સપના સાકાર કરવા પોતાના જીવનમાં કંઈ પ્રાપ્ત કરવા માટે જાય છે રહે છે અને સંઘર્ષ કરે છે. સંઘર્ષ દરમિયાન આમાંથી ઘણાંના સપનાં સાકાર થાય છે અને ઘણાં સપનાં વેરવિખેર થઈ જાય છે. અને પોતાના અમુલ્ય જીવનને ખોટા રસ્તા તરફ લઈ જાય છે અને જીવનનો અંત લાવે છે. સાથે સાથે મુંબઈમાં ઘણા લોકો એવા છે કે પોતાના સંઘર્ષ અને આત્મવિશ્વાસના કારણે પોતાનું જીવન મૂલ્યવાન બનાવ્યું છે.
મુંબઈમાં એક વિસ્તાર છે "કમાટીપુરા" આ એક એવો વિસ્તાર છે કે જે દેહ વેપાર માટે કુખ્યાત છે. આ વિસ્તારની અનેક સ્ત્રીઓ પોતાના દેહનો વેપાર કરીને પોતાનું જીવન ગુજારે છે.
જેઓ પોતાની મજબૂરીના કારણે આ વ્યવસાય સાથે જોડાય છે. પોતાની આખી જીંદગી આ જ રીતે વિતાવે છે.
હવે બને છે એવું કે આ વિસ્તારની એક સેકસ વર્કર પ્રેગનેટ બને છે અને દીકરીનો જન્મ થાય છે.
હવે આ દીકરી પણ કેવા નસીબ સાથે જન્મી તે આપણે સમજી શકીએ છીએ. જન્મતાં જ ઘણી સમસ્યાઓ દીકરીને ભેટમાં મળી ધીમે ધીમે દીકરીની ઉંમર વધતી જાય છે તે પોતે સમજતી બનતી જાય છે.
આ દીકરીને સ્કૂલે જવાનું થતુ નહિ એટલે ઘર માં પડે પડે પોતાની માતાના શરીરને ચુંથવા આવતા ગ્રાહકોના વર્તન લાચાર બનીને જોઈ રહેવાનું.આમ આ દીકરીનો રોજનો ક્રમ બની ગયો.
એક રેડલાઇટ એરિયા સાથે મજબૂરીથી જોડાયેલ સ્ત્રીની જિંદગી કેવી હોય છે એની આપણે કલ્પના પણ ના કરી શકીએ.
દીકરીની ઉમર થોડી વધી એટલે એને સમજાયું અને માટે તેને નક્કી કર્યું કે આબધું એને મંજૂર ન હતું આથી જાતે જ પોતાને નસીબઘડનાર બનીને પોતાનું નસીબ જાતે જ ઘડવાનું નક્કી કર્યું.
આ છોકરી એ સંકલ્પ કર્યો કે મારે આ જિંદગી આ રીતે જીવવાની નથી. મારે ભણીને શિક્ષણ પ્રાપ્ત કરીને રેડલાઇટ એરિયામાં કામ કરતી સ્ત્રીઓના બાળકોના અભ્યાસ માટે કામ કરવું છે અને બને તો આવી જગ્યાએ કામ કરતી સ્ત્રીઓ ને સમજાવી આમાંથી બહાર કાઢવી છે.
છોકરીના આ નિર્ણય શક્તિ દઢનિશ્ચય જોઈને એને નજીકની શાળામાં ભણવા માટે મૂકવામાં આવી. આ દીકરી પોતાના બધા જ પ્રશ્નો અને પોતાની માં ની આ પ્રકારની જિંદગી રોજનું પોતાની નજર સમક્ષ માં નું ચુંથાતું શરીર આ બધું એને પોતાના હૃદયમાં દબાવી નાખી અને બધી શક્તિ ભણવા પર કેન્દ્રિત કરી
હવે પરિસ્થિતિ એવી બને છે કે આ દીકરીની ઉંમર થોડીક વધી એટલે એના સાવકા બાપે એના પર નજર બગાડી કેવી પરિસ્થિતિમાં આ દીકરી જીવન પસાર કરતી આપણે કલ્પના પણ ના કરી શકે અને દીકરીને પોતાના સાવકા બાપ દ્વારા જ શારીરિક શોષણ થતું આ વાત દીકરી કોને કરે ના સહેવાય કે ના કહેવાય આવી પરિસ્થિતિમાં થોડા સમય બાદ આ દીકરી ની મુલાકાત "ક્રાંતિ" નામની એનજીઓ સાથે થઇ એનજીઓના કર્મચારીઓ પણ જ્યારે આ છોકરીની વાત સાંભળી તો કંપી ઊઠ્યા.
મહત્વની વાત અને પ્લસ પોઈન્ટ એ હતો દોસ્તો કે આવી પરિસ્થિતિ પછી પણ છોકરી નો આત્મવિશ્વાસ બુલંદ હતો.
એનજીઓ ની સહાયથી અભ્યાસ આગળ વધાર્યો અને સખત મહેનત કરી. છોકરીએ વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટેની પરીક્ષાઓ ની તૈયારી શરૂ કરી અને એમાં સફળતા મેળવી અને અમેરિકા ભણવા જવા માટે ની સ્કોલરશીપ મળી. રેડ લાઈટ એરિયામાં જન્મેલી દીકરી અમેરિકા પહોંચી ત્યાં તેને અભ્યાસમાં "સાયકોલોજી" વિષયની પસંદગી કરી કે જેથી કરીને બાળકોના મગજને સમજી શકે અને એમના પ્રશ્નો સમજી શકે અને મદદ કરી શકે.
દોસ્તો આ બધા પ્રશ્નોથી ઘેરાયેલી આવી દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળેલી અને આટલા દુઃખોનો સામનો કરનાર દીકરી એટલે કે "Shweta katti"
"Shweta katti" ભલે રંગે શ્યામ હતી પણ પોતાના બુલંદ આત્મવિશ્વાસ અને સંઘર્ષ અને કંઇક કરી છુટવાની ભાવનાથી એક ઇન્ડિયન છોકરી કે જે રેડલાઇટ એરિયા માંથી સંઘર્ષ કરીને આટલે સુધી પહોંચી અને 2014 નો યુએન દ્વારા આપવામાં આવેલ એવોર્ડ ૧૯ વર્ષની "Shweta katti" એ જીતીને ધોળીયાઓ ને પણ ચકિત કરી દીધા.
મિત્રો આપણા જીવનમાં એકાદ નાની સમસ્યા આવે તો પણ આપણે રોદણાં ગાવા લાગીએ છે તો "Shweta katti" ના જીવન પર નજર નાખો એને કેવી સમસ્યાઓનો સામનો કરીને પોતે જીત હાંસલ કરી છે.
દોસ્તો, આપ આ લેખ Nisvarth Prem ના માધ્યમથી વાંચી રહ્યા છો. આપને આ લેખ ગમ્યો હોયતો આપના મંતવ્યો comment box માં જરૂરથી જણાવી support કરજો અને follow કરજો જેથી બીજા લેખ આપના સુધી પહોંચી શકે. ........ Nisvarth Prem..
No comments:
Post a Comment