Followers

Wednesday, May 13, 2020

રાષ્ટ્ર માટે આપ્યું પોતાના સગા દિકરાનું બલિદાન, દેવાયત બોદર, Ra'Navaghan







માતા સોનલબાઈને કહેવામાં આવ્યું કે જો આ તમારો દીકરો ન હોય તો તમે એની બંને આંખો કાઢી લો આંખોને જમીન પર નાખો અને પછી એના પર તમે ચાલો સોનલબાઈ એના સગા દીકરાની બંને આંખો શરીરથી જુદી કરી જમીન પર નાખી........... .............. 

 શુરવીર દેવાયત બોદરની સાચી રાષ્ટ્રભક્તિ

જુનાગઢ પર ચુડાસમા વંશ ના રાજા રા'દિયાસ નું રાજ હતું તે સમયની ઘટના છે .પાટણના સોલંકી રાજા જૂનાગઢ પર ચડાઈ કરીને જૂનાગઢની જીતી લીધું યુદ્ધમાં રા'દિયાસ અવસાન બાદ તેમના પત્ની     સોમલદેએ આત્મવિલોપન કરતા પહેલા એના એકના એક દીકરા અને રા'વંશની આખરી વંશ ને એની દાસીના હવાલે કરીને સૂચના આપેલી કે તુ આ કુંવરને બોડીદર ગામના દેવાયત બોદર ના ઘરે મૂકી આવજે દેવાયત બોદર રા'દિયાસના ખૂબ જ વિશ્વાસુ હતા.

દાસી રા'નવઘણને લઇને દેવાયત બોદર ના ઘરે પહોંચી ત્યારે દેવાયત બોદરે દાસીને કહ્યું હતું કે તે તારી ફરજ બજાવી હવે હું મારી ફરજ બજાવીશ મારા પ્રાણના ભોગે પણ રાનવઘણ ની રક્ષા કરીશ અને  એને જૂનાગઢની ગાદી પાછી અપાવીશ દેવાયત બોદરને ઉગા નામનો દીકરો અને જાહલ નામની  દીકરી હતા.

રાનવઘણ દેવાયત બોદર ના ઘરે ઉગા અને જાહલની સાથે મોટો થવા લાગ્યો થોડા વર્ષો પછી જૂનાગઢના સોલંકી રાજાને સમાચાર મળ્યા કેકે રાદિયાસનો દીકરો રાનવઘણ જીવે છે અને દેવાયત બોદર ના ઘરે ઊછરી રહ્યો છે રા'નવઘણને ખતમ કરવા માટે એને આદેશ આપ્યો જૂનાગઢના સૈનિકો બોડિદર ગામે આવ્યા દેવાયત બોદરને રાનવઘણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દેવાયત બોદરે કયું રાજાને જે સમાચાર મળ્યા છે એ સાચા છે રાનવઘણ મારે ત્યાં જ છે.

રાનવઘણ મારે ત્યાં જ છે હું ઉછેરું છું એવું નથી પણ મેં તો કેદ કરીને રાખ્યો છે મારે તો રાજ ભક્તિ નિભાવી હતી. એટલે રાનવઘણ જુવાન થતાની સાથે જ હું એને રાજાના હવાલે કરવાનો હતો. સૈનિકોએ સૂચના આપી કે રાનવઘણ ને અહી બોલાવવામાં આવે એટલે દેવાયત બોદર એના ધર્મપત્ની સોનલબાઈને કહેણ મોકલાવ્યું આહિરાણી  બધું સમજી ગઈ. 

સોનલબાઈએ રાનવઘણ ને બદલે એના એકના એક દીકરા ઉગા ને રાજાના કુંવર ની જેમ તૈયાર કરીને મોકલ્યો.


જ્યારે ઉગાને રા'નવઘણ તરીકે સૈનિકોની સામે રજૂ કરવામાં આવ્યો ત્યારે સૈનિકોને પણ શંકા ગઈ શંકાના નિવારણ માટે દેવાયત બોદર ના હાથમાં તલવાર આપીને રાનવઘણ ની હત્યા કરવાનું જણાવ્યું દેવાયત બોદર સહેજ પણ વિચલિત થયા વગર એક જ ઘા કરીને પોતાના એકના એક દીકરા માથું ધડ પરથી ઉતારી લીધું આ સમયે ઉગો ૧૨ વર્ષ વટાવી ચૂક્યો હતો બાર વર્ષના છોકરા ને બધી જ ખબર પડે 12 વર્ષની ઉંમરના દીકરામાં પણ એક એવી દેશભક્તિ હતી અને રાજ્ય પ્રત્યેની વફાદારી નું સિંચન કેવું હતું એ એના પરથી જ સમજી શકાય છે.


આના પછી સૈનિકોને થોડો વિશ્વાસ બંધાયો કે આજ રાનવઘણ છે પરંતુ હજુ વધારે પાક્કું કરવા માટે ઉગાની માતા સોનલબાઈને કહેવામાં આવ્યું કે જો આ તમારો દીકરો ન હોય તો તમે એની બંને આંખો કાઢી લો આંખોને જમીન પર નાખો અને પછી એના પર તમે ચાલો સોનલબાઈ એના સગા દીકરાની બંને આંખો શરીરથી જુદી કરી જમીન પર નાખી અને આંખોમાંથી આંસુનું એક પણ ટીપું પાડયા વગર એ આંખો પર ચાલ્યા.

રાનવઘણ જ્યારે યુવાન થયા ત્યારે દેવાયત બોદરે આહીરો ભેગા કરીને સોલંકી રાજાને હરાવ્યો અને આપેલા વચન પ્રમાણે રા'નવઘણ ને જૂનાગઢ ની ગાદીએ બેસાડ્યા.

પોતાના પેટના જણ્યા દીકરાને ગુમાવનાર સોનલબાઈએ રા'નવઘણની ગાદીએ બેસાડ્યો તે દિવસ સુધી આંખમાંથી આંસુનું ટીપુ પડવા નહોતું દીધું. રા'નવઘણ ગાદીએ બેસાડવા નું વચન પૂરૂં થતાં  સોનલબાઈ પોક મુકીને  રડ્યા અને દીકરાની ઉગાની યાદ માં દસ વર્ષ પછી મરશિયા ગાયા.


તો આવા હતા વીર શુરવીર દેવાયત બોદર અને સોનલબાઈ કે જેમણે  રાષ્ટ્રની રક્ષા ખાતર પોતાના સગા દીકરાનું બલિદાન આપી મિત્રને આપેલું વચન નિભાવ્યું અને રાષ્ટ્રની રક્ષા કરી ધન્ય છે આવા વીર સપૂતોની જનેતાને....... 🙏...... Nisvarth Prem

દોસ્તો આ પોસ્ટ ગમી હોય તો comment કરજો Follow કરજો અને તમારા મિત્રો સાથે share કરજો..... 

6 comments: