Followers

Sunday, May 17, 2020

India's first blind I.A.S Officer Pranjal Patil, India's first visually challenged I.A.S Officer Pranjal Patil


India's first blind I.A.S Officer Pranjal Patil, story of pranjal patil, motivational story of I.A.S., journey of pranjal patil.



"जितना कठिन संघर्ष होगा जीत उतनी ही शानदार होगी "


हाराष्ट्रकी रहेनेवाली प्रांजल पाटिल I दोस्तों जब प्रांजल पाटिलकी उम्र ६ साल की थी तबसे प्रांजल पाटिल अपनी दोनों आँखे खो चुकी थी I  यानि की वो दोनों आँखो  से नहीं देख पा रही थी तो निश्चित तोर से परिवार टेंशन में था , परिवार दुखी था की अब बेटी हे तो बड़ी होगी तो शादी  की फ़िक्र उसका भविष्य केसे जायेगा वो जब हम नहीं होंगे तो अपने आपको केसे संभालेगी I ये सब परेशानी प्रांजल पाटिल के परिवार को सता रही थी I
      
लेकिन दोस्तों जब प्रांजल पाटिल की आयु बढ़ने लगी तो वो अपने आपमें एक अलगसी पहेचान बनाने लगी I उसकी उम्र के साथ साथ प्रांजल के सपने भी बड़े होने लगे I वो अपने जीवनमे कुछ करना चाहती I
      
प्रांजल प्रज्ञाचक्षु थी फिर भी सपने बडे थे और उसकी वजह से प्रांजल अपने आत्मविश्वास के साथ अभ्यास को आगे बढाया और अपना ग्रेजुएशन पूरा किया I  दोस्तों प्रांजल आम लड़की नहीं थी प्रांजल वो लड़की थी जिसकी दोनों आँखे नहीं थी और उसने ग्रेजुएशन पूरा किया यर बहोत बढ़ी बात हे I
       
लेकिन प्रांजल इतनमें खुस होने वाली लड़की नहीं थी I ग्रेजुएसन खतम करने के बाद ये भारत की बेटी ने देश की सबसे कठिन परीक्षा देने की ठान ली I प्रांजल पाटिल यु.पी.एस.सी. की परीक्षा पास कर के देश के लिए कुछ करना चाहती थी I लेकिन दोस्तों परेशानी अब ये थी की ये परीक्षा जो आम स्टूडेंट्स होते हे उनके लिए भी कठिन  होती हे वो लोग भी बड़ी महेनत काफी महीनो सालो की पढाई के बाद पास कर पाते  हे तो प्रांजल कि तो दोनों आँखे नहीं थी वो पढाई केसे करती फिर भी उसने हार नहीं मानी और ब्रेन लिपि का उपयोग किया तो कई बार  टोकिंग कंप्यूटर का उपयोग किया और एग्जाम की तैयारी की I
      
प्रांजल ने २०१६ में पहेली बार यु.पी.एस.सी. की परीक्षा दी I में और आप सब लोग जानते हे की ये परीक्षा कितनी कठिन हे I ख़ुशी की बात येहे दोस्तों की भारतकी ये बेटी ने यु.पी.एस.सी. की परीक्षा अपने पहेले ट्रायल में ही पास कर दि और पुरे देश में ७७३ वा स्थान प्राप्त किया I
       
लेकिन दोस्तों प्रांजल आई.ऐ.एस. बनना चाहती थी और ७७३ वा रेंक के साथ वो आई.ऐ.एस नहीं बन शकती थी I अब क्या करती प्रांजल लेकिन दोस्तों कहेते हेना की जिसके इरादे बुलंद होते हे उसे कोई भी परेशानी हरा नहीं पाती यही था प्रांजल पाटिल के साथ उसने हार नही मानी और पहेले से  ज्यादा महेनत की और अगले ही साल २०१७ में फिर से यु.पी.एस.सी. की परीक्षा दी और पुरे देश में १२४ वा स्थान प्राप्त किया I
       
उसके साथ ही प्रांजल पाटिल  देश की पहेली  नेत्रहीन  आई.ऐ.एस ऑफिसर बन गई I


India's first blind I.A.S Officer Pranjal Patil, India's first visually challenged I.A.S Officer Pranjal Patil


“ जो सपने देखते है और उन्हें पूरा करने की कीमत चुकाने को तैयार रहेते है वो वही लोग है जो  सफल होते है “

दोस्तों,आप ये आर्टिकल NISVARTH PREM के माध्यम से पढ़ रहे है I अगर आपको ये आर्टिकल अच्छा लगा हो तो आपके सुजाव COMMENT BOX  में जरुर बताना और  NISVARTH PREM को FOLLOW करना मिलते है दोस्तों अगले आर्टिकल में नई स्टोरी के साथ ......जय हिन्द I

Thursday, May 14, 2020

દિકરીની આંખો સામે રોજ માં નું શરીર ચુંથાતું મુંબઈની અજીબ ધટના, Red light area, Untold story of Shweta katti






દિકરીની આંખો સામે રોજ માં નું શરીર ચુંથાતું મુંબઈની અજીબ ધટના, Red light area, Untold story of Shweta katti



મુંબઈ એક એવું શહેર જ્યાં લાખો લોકો પોતાના સપના સાકાર કરવા પોતાના જીવનમાં કંઈ પ્રાપ્ત કરવા માટે જાય છે રહે છે અને સંઘર્ષ કરે છે. સંઘર્ષ દરમિયાન આમાંથી ઘણાંના સપનાં સાકાર થાય છે અને ઘણાં સપનાં વેરવિખેર થઈ જાય છે. અને પોતાના અમુલ્ય જીવનને ખોટા રસ્તા તરફ લઈ જાય છે અને  જીવનનો અંત લાવે છે. સાથે સાથે મુંબઈમાં ઘણા લોકો એવા છે કે પોતાના સંઘર્ષ અને આત્મવિશ્વાસના કારણે પોતાનું જીવન મૂલ્યવાન બનાવ્યું છે.



મુંબઈમાં એક વિસ્તાર છે "કમાટીપુરા" આ એક એવો વિસ્તાર છે કે જે દેહ વેપાર માટે કુખ્યાત છે. આ વિસ્તારની અનેક સ્ત્રીઓ પોતાના દેહનો વેપાર કરીને પોતાનું જીવન ગુજારે છે. 
દિકરીની આંખો સામે રોજ માં નું શરીર ચુંથાતું મુંબઈની અજીબ ધટના, Red light area, Untold story of Shweta katti

જેઓ પોતાની મજબૂરીના કારણે આ વ્યવસાય સાથે જોડાય છે. પોતાની આખી જીંદગી આ જ રીતે  વિતાવે છે.


હવે બને છે એવું કે આ વિસ્તારની એક સેકસ વર્કર પ્રેગનેટ બને છે અને દીકરીનો જન્મ થાય છે.
હવે આ દીકરી પણ કેવા નસીબ સાથે જન્મી તે આપણે સમજી શકીએ છીએ. જન્મતાં જ ઘણી સમસ્યાઓ દીકરીને ભેટમાં મળી ધીમે ધીમે દીકરીની ઉંમર વધતી જાય છે તે પોતે સમજતી બનતી જાય છે.

દિકરીની આંખો સામે રોજ માં નું શરીર ચુંથાતું મુંબઈની અજીબ ધટના, Red light area, Untold story of Shweta katti

આ દીકરીને સ્કૂલે જવાનું થતુ નહિ એટલે ઘર માં પડે પડે પોતાની માતાના શરીરને ચુંથવા આવતા ગ્રાહકોના વર્તન  લાચાર બનીને જોઈ રહેવાનું.આમ આ દીકરીનો રોજનો ક્રમ બની ગયો.



એક રેડલાઇટ એરિયા સાથે મજબૂરીથી જોડાયેલ સ્ત્રીની જિંદગી કેવી હોય છે એની આપણે કલ્પના પણ ના કરી શકીએ.


દીકરીની ઉમર થોડી વધી એટલે એને સમજાયું અને  માટે તેને નક્કી કર્યું કે  આબધું  એને  મંજૂર ન હતું આથી જાતે જ પોતાને નસીબઘડનાર બનીને પોતાનું નસીબ જાતે જ ઘડવાનું નક્કી કર્યું.
આ છોકરી એ સંકલ્પ કર્યો કે મારે આ જિંદગી આ રીતે જીવવાની નથી. મારે ભણીને શિક્ષણ પ્રાપ્ત કરીને રેડલાઇટ એરિયામાં કામ કરતી સ્ત્રીઓના બાળકોના અભ્યાસ માટે કામ કરવું છે અને બને તો આવી જગ્યાએ કામ કરતી સ્ત્રીઓ ને સમજાવી આમાંથી બહાર કાઢવી છે.


છોકરીના આ નિર્ણય શક્તિ દઢનિશ્ચય જોઈને એને નજીકની શાળામાં ભણવા માટે મૂકવામાં આવી. આ દીકરી પોતાના બધા જ પ્રશ્નો અને પોતાની માં ની આ પ્રકારની જિંદગી રોજનું પોતાની નજર સમક્ષ માં નું ચુંથાતું  શરીર આ બધું એને પોતાના હૃદયમાં દબાવી નાખી અને બધી શક્તિ ભણવા પર કેન્દ્રિત કરી
દિકરીની આંખો સામે રોજ માં નું શરીર ચુંથાતું મુંબઈની અજીબ ધટના, Red light area, Untold story of Shweta katti


હવે પરિસ્થિતિ એવી બને છે કે આ દીકરીની ઉંમર થોડીક વધી એટલે એના સાવકા બાપે એના પર નજર બગાડી કેવી પરિસ્થિતિમાં આ દીકરી જીવન પસાર કરતી આપણે કલ્પના પણ ના કરી શકે અને દીકરીને પોતાના સાવકા બાપ દ્વારા જ શારીરિક શોષણ થતું આ વાત દીકરી કોને કરે ના સહેવાય કે ના કહેવાય આવી પરિસ્થિતિમાં થોડા સમય બાદ આ દીકરી ની મુલાકાત "ક્રાંતિ" નામની એનજીઓ સાથે થઇ એનજીઓના કર્મચારીઓ પણ જ્યારે આ છોકરીની વાત સાંભળી તો કંપી ઊઠ્યા.


મહત્વની વાત અને પ્લસ પોઈન્ટ એ હતો દોસ્તો કે આવી પરિસ્થિતિ પછી પણ છોકરી નો આત્મવિશ્વાસ બુલંદ હતો.


 એનજીઓ ની સહાયથી અભ્યાસ આગળ વધાર્યો અને સખત મહેનત કરી. છોકરીએ વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટેની પરીક્ષાઓ ની તૈયારી શરૂ કરી  અને એમાં સફળતા મેળવી અને અમેરિકા ભણવા જવા માટે ની સ્કોલરશીપ મળી. રેડ લાઈટ એરિયામાં જન્મેલી દીકરી અમેરિકા પહોંચી ત્યાં તેને અભ્યાસમાં "સાયકોલોજી" વિષયની પસંદગી કરી કે જેથી કરીને બાળકોના મગજને સમજી શકે અને એમના પ્રશ્નો સમજી શકે અને મદદ કરી શકે.

દોસ્તો આ બધા પ્રશ્નોથી ઘેરાયેલી આવી દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળેલી અને આટલા દુઃખોનો સામનો કરનાર દીકરી એટલે કે "Shweta katti"



"Shweta katti" ભલે રંગે શ્યામ હતી પણ પોતાના બુલંદ આત્મવિશ્વાસ અને સંઘર્ષ અને કંઇક કરી છુટવાની ભાવનાથી એક ઇન્ડિયન છોકરી કે જે રેડલાઇટ એરિયા માંથી સંઘર્ષ કરીને આટલે સુધી પહોંચી અને 2014 નો  યુએન દ્વારા આપવામાં આવેલ એવોર્ડ ૧૯ વર્ષની "Shweta katti" એ જીતીને ધોળીયાઓ ને પણ ચકિત કરી દીધા.

દિકરીની આંખો સામે રોજ માં નું શરીર ચુંથાતું મુંબઈની અજીબ ધટના, Red light area, Untold story of Shweta katti

મિત્રો આપણા જીવનમાં એકાદ નાની સમસ્યા આવે તો પણ આપણે રોદણાં ગાવા લાગીએ છે તો "Shweta katti" ના જીવન પર નજર નાખો એને કેવી સમસ્યાઓનો સામનો કરીને પોતે જીત હાંસલ કરી છે.


દોસ્તો, આપ આ લેખ Nisvarth Prem ના માધ્યમથી વાંચી રહ્યા છો. આપને આ લેખ ગમ્યો હોયતો આપના મંતવ્યો comment box માં જરૂરથી જણાવી support કરજો અને follow કરજો જેથી બીજા લેખ આપના સુધી પહોંચી શકે. ........ Nisvarth Prem.. 

Wednesday, May 13, 2020

બેન્ક કર્મચારીઓ coronawarriors, Lock down 4.0,covid19







 દોસ્તો , આજનો સમય એ આપણા બધા માટે કપરો છે આપણે બધા અને સમગ્ર વિશ્વ આ મહામારીથી પીડાઈ રહ્યું છે. આપણા દરેકના મન માં એક જ પ્રશ્ન છે કે,આ મહામારીથી છુટકારો ક્યારે મળશે. અને કેવી રીતે મળશે. એનો જવાબ હું સમજુ છું ત્યાં સુધી દોસ્તો સ્વ જાગૃતિ (self awareness)  છે.

સરકાર પણ પૂરતા પ્રયત્નો કરી રહી છે એટલે જ તો બીજા દેશો કરતા આપણી સ્થિતિ ઘણી સારી છે. પરંતુ એને સાચવી રાખવી આપણી પણ જવાબદારી બને છે ........ બને એટલું Social Distance  રાખીએ અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાલીયે સાથે સાથે corona warriors નું સન્માન કરીએ અને એમના કામ માં અડચણ રૂપ નહિ પણ મદદ રૂપ સાબિત થઈએ.

મિત્રો કોરોના વોરીયર્સની વાત નીકળી છે તો આપણે જાણીએ છીએ કે, ડોક્ટર્સ , પોલીસના જવાનો , આર્મીના જવાનો, સફાઈ કર્મચારીઓને કોરોના વોરીયર્સનું સન્માન આપણે આપીએ છીએ  અને આપવું જ જોઈએ અને એમને પ્રોત્સાહન પણ આપવું જોઈએ જેનાથી એમનો ઉત્સાહ વધે  salute છે  આ corona warriors ને આપણે બધા આમના સૌ ના આભારી છીએ ...ભગવાન આમને વધુ શક્તિ આપે દીર્ઘાયુ બક્ષે.

બેન્ક કર્મચારીઓ  coronawarriors, Lock down 4.0,covid19



પણ આમાં કદાચ આપણે બેંક કર્મચારીઓને ભૂલી રહ્યા હોય એવું લાગે છે. દોસ્તો બેંક કર્મચારીઓ પણ સાચા અર્થમાં corona warriors  છે જે દિવસમાં કેટલાય લોકોના  સીધા સંપર્કમાં આવે છે વિચારો દોસ્તો  એ કેટલાય લોકોમાં  કોઈ સંક્રમિત થયેલ વ્યક્તિ હોય તો ....? એ વ્યક્તિ કોઈ વાઉચર પાસ કરે તો એ વાઉચર ઓછામાં ઓછા ૩-૪ બેંક કર્મચારી પાસે જાય છે અને કર્મચારીઓ  સીધા સંક્રમિત થઇ શકે છે અને અમુક વખતે તો બેંક કર્મચારીઓ પણ લોકોના ગુસ્સાનો ભોગ બને છે જયારે કઈ કામમાં થોડું મોડું થાય ત્યારે. 

 મિત્રો બેંક કર્મચારીઓને પણ કોરોના વોરીયર્સનું સન્માન મળવું જોઈએ જે કદાચ આછું મળી રહ્યું છે. 




બેંક કર્મચારીઓ એવા કોરોના વોરીયર્સ છે કે જેમને એમના જોઈનીંગ વખતે આવા પ્રકારની સ્થિતિમાં કેવી રીતે કામ કરવું એની કોઈ ટ્રેઈનીંગ આપવામાં નથી આવતી.....આ એ કોરોના વોરીયર્સ છે  જે ટ્રેઈનીંગ વગર શીધા આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

મિત્રો દુ:ખદ વાત છે કે,   ૧ મે, ૨૦૨૦ મુંબઈ IDBI બેન્કની મલાડ શાખાના ૫૬ વર્ષના બેંક કર્મચારી ઉદય કામથનું કોરોનાના  કારણે નિધન થયું. 

મિત્રો આશા રાખું છું કે,  બેંક કર્મચારીઓને પણ આપણે સૌ coronawarriors ના રૂપમાં જોઈએ એમનુ પણ સન્માન કરીયે એમના પ્રત્યે સહાનુભૂતિ રાખીયે........... ભગવાન એમને  શક્તિ આપે દીર્ઘાયુ બક્ષે. 

 ટૂંકમાં મિત્રો , આજની પરિસ્થિતિમાં સાવચેત રહીએ સજાગ રહીએ ,સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલીયે , જરૂરત મંદોની આપણા થી થઇ શકે એટલી મદદ કરીએ.......અને દેશના તમામ corona warriors નું સન્માન કરીએ પ્રોત્સાહન પરું પાડીએ...........
આશા રાખું છું મિત્રો કે મારો આ article આપ સૌને ગમ્યો હશે ........

દોસ્તો article ગમ્યો હોય તો આપના મંતવ્યોcomment box માં જણાવજો...Follow કરજો......Nisvarth Prem   







રાષ્ટ્ર માટે આપ્યું પોતાના સગા દિકરાનું બલિદાન, દેવાયત બોદર, Ra'Navaghan







માતા સોનલબાઈને કહેવામાં આવ્યું કે જો આ તમારો દીકરો ન હોય તો તમે એની બંને આંખો કાઢી લો આંખોને જમીન પર નાખો અને પછી એના પર તમે ચાલો સોનલબાઈ એના સગા દીકરાની બંને આંખો શરીરથી જુદી કરી જમીન પર નાખી........... .............. 

 શુરવીર દેવાયત બોદરની સાચી રાષ્ટ્રભક્તિ

જુનાગઢ પર ચુડાસમા વંશ ના રાજા રા'દિયાસ નું રાજ હતું તે સમયની ઘટના છે .પાટણના સોલંકી રાજા જૂનાગઢ પર ચડાઈ કરીને જૂનાગઢની જીતી લીધું યુદ્ધમાં રા'દિયાસ અવસાન બાદ તેમના પત્ની     સોમલદેએ આત્મવિલોપન કરતા પહેલા એના એકના એક દીકરા અને રા'વંશની આખરી વંશ ને એની દાસીના હવાલે કરીને સૂચના આપેલી કે તુ આ કુંવરને બોડીદર ગામના દેવાયત બોદર ના ઘરે મૂકી આવજે દેવાયત બોદર રા'દિયાસના ખૂબ જ વિશ્વાસુ હતા.

દાસી રા'નવઘણને લઇને દેવાયત બોદર ના ઘરે પહોંચી ત્યારે દેવાયત બોદરે દાસીને કહ્યું હતું કે તે તારી ફરજ બજાવી હવે હું મારી ફરજ બજાવીશ મારા પ્રાણના ભોગે પણ રાનવઘણ ની રક્ષા કરીશ અને  એને જૂનાગઢની ગાદી પાછી અપાવીશ દેવાયત બોદરને ઉગા નામનો દીકરો અને જાહલ નામની  દીકરી હતા.

રાનવઘણ દેવાયત બોદર ના ઘરે ઉગા અને જાહલની સાથે મોટો થવા લાગ્યો થોડા વર્ષો પછી જૂનાગઢના સોલંકી રાજાને સમાચાર મળ્યા કેકે રાદિયાસનો દીકરો રાનવઘણ જીવે છે અને દેવાયત બોદર ના ઘરે ઊછરી રહ્યો છે રા'નવઘણને ખતમ કરવા માટે એને આદેશ આપ્યો જૂનાગઢના સૈનિકો બોડિદર ગામે આવ્યા દેવાયત બોદરને રાનવઘણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દેવાયત બોદરે કયું રાજાને જે સમાચાર મળ્યા છે એ સાચા છે રાનવઘણ મારે ત્યાં જ છે.

રાનવઘણ મારે ત્યાં જ છે હું ઉછેરું છું એવું નથી પણ મેં તો કેદ કરીને રાખ્યો છે મારે તો રાજ ભક્તિ નિભાવી હતી. એટલે રાનવઘણ જુવાન થતાની સાથે જ હું એને રાજાના હવાલે કરવાનો હતો. સૈનિકોએ સૂચના આપી કે રાનવઘણ ને અહી બોલાવવામાં આવે એટલે દેવાયત બોદર એના ધર્મપત્ની સોનલબાઈને કહેણ મોકલાવ્યું આહિરાણી  બધું સમજી ગઈ. 

સોનલબાઈએ રાનવઘણ ને બદલે એના એકના એક દીકરા ઉગા ને રાજાના કુંવર ની જેમ તૈયાર કરીને મોકલ્યો.


જ્યારે ઉગાને રા'નવઘણ તરીકે સૈનિકોની સામે રજૂ કરવામાં આવ્યો ત્યારે સૈનિકોને પણ શંકા ગઈ શંકાના નિવારણ માટે દેવાયત બોદર ના હાથમાં તલવાર આપીને રાનવઘણ ની હત્યા કરવાનું જણાવ્યું દેવાયત બોદર સહેજ પણ વિચલિત થયા વગર એક જ ઘા કરીને પોતાના એકના એક દીકરા માથું ધડ પરથી ઉતારી લીધું આ સમયે ઉગો ૧૨ વર્ષ વટાવી ચૂક્યો હતો બાર વર્ષના છોકરા ને બધી જ ખબર પડે 12 વર્ષની ઉંમરના દીકરામાં પણ એક એવી દેશભક્તિ હતી અને રાજ્ય પ્રત્યેની વફાદારી નું સિંચન કેવું હતું એ એના પરથી જ સમજી શકાય છે.


આના પછી સૈનિકોને થોડો વિશ્વાસ બંધાયો કે આજ રાનવઘણ છે પરંતુ હજુ વધારે પાક્કું કરવા માટે ઉગાની માતા સોનલબાઈને કહેવામાં આવ્યું કે જો આ તમારો દીકરો ન હોય તો તમે એની બંને આંખો કાઢી લો આંખોને જમીન પર નાખો અને પછી એના પર તમે ચાલો સોનલબાઈ એના સગા દીકરાની બંને આંખો શરીરથી જુદી કરી જમીન પર નાખી અને આંખોમાંથી આંસુનું એક પણ ટીપું પાડયા વગર એ આંખો પર ચાલ્યા.

રાનવઘણ જ્યારે યુવાન થયા ત્યારે દેવાયત બોદરે આહીરો ભેગા કરીને સોલંકી રાજાને હરાવ્યો અને આપેલા વચન પ્રમાણે રા'નવઘણ ને જૂનાગઢ ની ગાદીએ બેસાડ્યા.

પોતાના પેટના જણ્યા દીકરાને ગુમાવનાર સોનલબાઈએ રા'નવઘણની ગાદીએ બેસાડ્યો તે દિવસ સુધી આંખમાંથી આંસુનું ટીપુ પડવા નહોતું દીધું. રા'નવઘણ ગાદીએ બેસાડવા નું વચન પૂરૂં થતાં  સોનલબાઈ પોક મુકીને  રડ્યા અને દીકરાની ઉગાની યાદ માં દસ વર્ષ પછી મરશિયા ગાયા.


તો આવા હતા વીર શુરવીર દેવાયત બોદર અને સોનલબાઈ કે જેમણે  રાષ્ટ્રની રક્ષા ખાતર પોતાના સગા દીકરાનું બલિદાન આપી મિત્રને આપેલું વચન નિભાવ્યું અને રાષ્ટ્રની રક્ષા કરી ધન્ય છે આવા વીર સપૂતોની જનેતાને....... 🙏...... Nisvarth Prem

દોસ્તો આ પોસ્ટ ગમી હોય તો comment કરજો Follow કરજો અને તમારા મિત્રો સાથે share કરજો..... 

Monday, May 11, 2020

પિતાનો પોતાના દીકરા માટેનો નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત વાત , zoo kang



નિસ્વાર્થ પ્રેમ ........

   

              મિત્રો ,આજની વાત આપણા પ્રેમાળ પપ્પા માટે ........
        એક બાપ પોતાના બાળક માટે કેટલું કષ્ઠ સહન કરે છે એની .......આ નિસ્વાર્થ પ્રેમની સત્ય વાત.......
  પિતા માટે કહેવું હોય તો ........પિતા એટલે કે

"ફાટેલા ખીસ્સે ઠસોઠસ ભરેલી જવાબદારીઓ નો માલિક   "
 આ સુવાક્ય ને સાર્થક કરતી આજની વાત મિત્રો....... પપ્પા માટે  ૫ મિનીટ નો સમય કાઢીને વાંચજો .......

     ચીનના પર્વતીય વિસ્તારમાં રહેતો ઝૂ કાંગ  ખેતી કરીને ગુજરાન ચલાવે છે પરિવારમાં માત્ર બે જ સભ્યો છે એ અને એનો નાનો દીકરો પત્ની તો છોડીને જતી રહી છે કુદરતની કરુણતા જુઓ  દીકરો   વિકલાંગ છે પોતાની ગેરહાજરીમાં દીકરાને બીજા કોઈ પર આધારિત ન રહેવું પડે એટલે ઝૂ કાંગ  શિક્ષણના માધ્યમથી દીકરાના ભવિષ્યને  ઉજ્જવળ કરવાનો  સંકલ્પ કરે છે..

પિતાનો  પોતાના દીકરા માટેનો નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત વાત..........જરૂર વાંચજો




વિકલાંગ બાળક ને સ્વીકારવા કોઈ સ્કૂલ તૈયાર નહોતી પણ હાર માનીને બેસી જાય એ આ  પિતા નહોતો ઘરથી લગભગ સાત કિલોમીટર દૂર એક સ્કૂલ એના દીકરાને સ્વીકારવા માટે તૈયાર થઈ પણ આ શાળા  સુધી પહોંચવા વાહનની કોઈ સુવિધા નહોતી. શાળા  સુધી પહોંચવાનો રસ્તો સાવ સુમસામ , પથરાળ  અને નદી પર્વત પરથી પસાર થતો  એટલે કોઈ વાહન ચાલી શકે એવું નહોતું  .

 ઝૂ કાંગે  એનો ઉપાય શોધી કાઢી લીધો દીકરાને ઊભા રહેવામાં અનુકૂળ આવે એવો એક ટોપલો બનાવ્યો છોકરા ના પગ પણ વળી ગયેલા છે ,એટલે સામાન્ય માણસની જેમ ઊભો પણ  રહી શકે એમ નહોતો  એટલે એના માટે ખાસ ટોપલો બનાવ્યો   ટોપલામાં લઈને પિતા એના દીકરાને સાત કિલોમીટર દૂર શાળામાં  મુકવાા જાય..

ઝૂ કાંગ  રોજ સવારે પાંચ વાગ્યે જાગી જાય દીકરા અને પોતાના માટે રસોઈ બનાવે પછી દીકરાને તૈયાર કરી પોતાના ખભા પર બેસાડી સાત કિલોમીટર દૂર ચાલીને શાળાએ પહોંચી દીકરાને શાળાએ મૂકી પાછા ઘરે આવે કારણ કે ઘર ચલાવવા કામ પણ કરવું પડે શાળા પૂરી થાય એટલે પાછા દીકરાને લેવા જાય અને ફરીથી ચાલી ને ઘરે આવે  આમ રોજના  ૨૮ કિલોમીટર ચાલે .. આ ક્રમ રોજ નો બની ગયો હતો.   

           ઝૂ કાંગ નું  દીકરા પ્રત્યેનું  સમર્પણ રંગ લાવી રહ્યું છે એનો દીકરો અંધ અને અપંગ  હોવા છતાં આખા ક્લાસમાં પ્રથમ નંબર લાવે  છે ઝૂ કાંગને  પૂછવામાં આવ્યું કે તમેને   થાક નથી લાગતો એક માણસ આટલું કામ કેવી રીતે કરી શકે તેમણે જવાબ આપ્યો "દીકરા માટે કઈ  કરીએ તો થાક લાગે નહીં પણ થાક ઉતરી જાય"

                      "પપ્પા કેટલી ગરમી છે ...........
                        આ ખુલ્લા રણ માં એકેય ઝાડ નથી કે કોઈ ઘર પણ નથી 
                        આ કેટલો બધો તડકો છે ,,,,,,ને ક્યાય છાયડો પણ નથી 
                       એક કામ કર બેટા મારા પડછાયામાં ઉભોરહે  અને જો 
                       કેવું લાગે ....................
                       એકદમ   મસ્ત પાપા ઠંડક ઠંડક...... ઠંડક......
                        મને પણ બેટા ...................




કેટલાય પિતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના સંતાનના ભવિષ્ય માટે પોતાની જાતને ઘસી નાખતા હોય છે ઝૂ કાંગ જેવા તમામ પિતાઓ ને કોટી કોટી વંદન .


દોસ્તો ... આ ઝૂ કાંગના આ નિસ્વાર્થ પ્રેમ ની વાત ગમી હોય................. તો મિત્રો જોડે share કરજો like કરજો .........મળીશું નવા કોઈ વિષય સાથે...................નિસ્વાર્થ પ્રેમ 





પિતાનો  પોતાના દીકરા માટેનો નિસ્વાર્થ પ્રેમની અદ્ભુત વાત..........જરૂર વાંચજો

Sunday, May 10, 2020

Mother's love for son interesting story


નિસ્વાર્થ પ્રેમ ..............                          

જયારે મિત્રો ,  પ્રેમની વાત આવે એટલે આપણે એક જ પ્રકારના પ્રેમ ને નજર સમક્ષ લાવીએ છીએ ...એજ પ્રેમ કોઈ 

ભાઈ બહેન વચ્ચેનો હોઈ શકે ,ભાઈ-ભાઈ વચ્ચેનો હોઈ શકે, બહેન-બહેન વચ્ચેનો પણ પ્રેમ હોઈ શકે મતલબ કે ,જે ભી 

આપણા નજીક હોય અને એ દુર જાય તો આપણને ગમે નહિ મન વિચલિત થઇ જાય એ પ્રેમ છે, પછી એ પ્રેમ એક મનુષ્યનો 

કોઈ પ્રાણી પ્રત્યેનો પણ હોઈ શકે.



 આજે આપણે  બધાએ MOTHER’S DAY ની ઉજવણી કરી. માતાના આ દિવસ ને ઉજવ્યો અને માંતા ના લાંબા આયુષ્ય માટે 

ભગવાનને પ્રાર્થના કરી......
Mother's love for son interesting story



આજની વાત મિત્રો માતાના નિસ્વાર્થ , અમૂલ્ય પ્રેમની છે જેની સરખામણી કદાચ દુનિયાના કોઈ પ્રેમ સાથે ના થઇ શકે

એક છોકરો અને છોકરી ઘણા સમયથી પ્રેમમાં હતા છોકરો અનહદ પ્રેમ કરતો હતો છોકરી પણ સામે પ્રેમ આપતી હતી  જેમ જેમ 

સમય ચાલતો ગયો તેમ તેમ બંને નો પ્રેમ પણ ગાઢ થતો ગયો પરંતુ એક સમય બન્ને વચ્ચે  કંઇક ગેરસમજ થઇ હશે તો છોકરી હવે 

છોકરાને દુર કરવા લાગી, પણ છોકરો એના વિના રહી શકે એમ નહોતો.




છોકરાની ઉમર સગાઇ કરવા લાયક થઇ ગઈ એના ઘરે એના પિતા તો બાળપણમાં જ એને મુકીને મૃત્યુ પામ્યા હતા તો 

એની માં એના  સગા સબંધીઓ છોકરી શોધવા લાગ્યા ...ઘણી છોકરીઓ બતાવી પણ છોકરોતો છોકરી ના પ્રેમ માં હતો તો 

જે ભી છોકરી એને બતાવામાં આવે બધા માં એનો જવાબ ના જ હતો ......અને સામે એ જે છોકરીને પ્રેમ કરતો હતો એ પણ એને 

દુર કરવા માગતી હતી .. આ વાત થી છોકરો સાવ અજાણ હતો .

Mother's love for son interesting story



એક દિવસ છોકરાએ છોકરીને કહ્યું કે હવે આપડે આપણા પ્રેમ વિષે ઘરે વાત કરવી જોઈએ અને અને આપડે લગ્ન કરી લેવા જોઈએ 

આ સાંભળીને છોકરીના ભવા ચડી ગયા ને વિચારવા લાગી કે હવે શું કરું હવે તો દેખાવાનો પ્રેમ લગ્ન સુધી પહોચ્યો હવે આમાંથી 

છુટકારો કેવી રીતે મેળવું.?...... છોકરી એ રસ્તો શોધી કાઢ્યો એને કહ્યું તું મારા માટે શું કરી શકે ? છોકરો કે તું કે   એ પ્રિય  છોકરી 

કે OK  તો હું લગ્ન કરું તારી સાથે એક શરત પર છોકરો કે આપણા પ્રેમ લગ્ન કરવા માટે  શરત ....... OK  બોલ છોકરી કે તું તારી 

માનું  હૃદય (કાળજું) કાઢી ને લાવે તો હું લગ્ન કરું જો તું મારા માટે કઈ પણ કરી શકતો હોય તો આ કર તો હું માનું કે તું મને કેટલો 

પ્રેમ કરે છે. છોકરી ને હતું કે આવી શરત મુકીશ તો છોકરો સામેથી લગ્ન માટે ના પાડશે અને જાતે જ દૂર થઇ જશે.


Mother's love for son interesting story



આ સાંભળીને જ છોકરાના પગ તળેથી જમીન સરકી ગઈ પણ એને એટલો લગાવ થઇ ગયો તો છોકરી જોડે કે એ એના વગર કશું 

જ વિચારી  શકતો નહોતો ..આ સપૂર્ણ છોકરાનું ગાંડપણ હતું... પણ હવે શું થાય એને શરત સ્વીકારી લીધી અને ગયો માં નું કાળજું કાઢવા .

એ પ્રેમ માં પાગલ છોકરા એ એની માને મારી ને એનું કાળજું  કાઢી લોહી થી  લથબથ માનું કાળજું લઈને નીકળ્યો છોકરી જોડે 

જયારે જતો હોય છે ત્યારે પગમાં ઠોકર વાગવાથી પડી જાય છે ત્યારે એ માનું કાળજું બોલી ઉઠે છે કે બેટા તને વાગ્યું તો નથીને 

...........દોસ્તો આ છે માનો પ્રેમ  ....આ છે માનો અનહદ નીસ્વાર્થ પ્રેમ ..... જે બેટા એ એને મારીને કાળજું કાઢ્યું તો ભી માતા નો 

પ્રેમ એ દીકરાની ચિંતા કરે છે. જે મર્યા પછી પણ પોતાના દીકરાનું ભલું વિચારે છે 


Mother's love for son interesting story







આજના આ દિવસ પર દુનિયાની દરેક માં ને ભગવાન દીર્ઘાયુ બક્ષે .......દરેક જનેતા ને દિલ થી ભાવપૂર્વક પ્રણામ...

દોસ્તો આપણી માતૃભાષામાં સરસ કહેવત છે

માં તે માં બીજા બધા વનવગડાનાં વા  , ગોળ વિના મોળો કંસાર માત વિના સુનો સંસાર

આ વાત કાલ્પનિક હોઈ શકે પણ દોસ્તો માતાના પ્રેમને બહુ સારી રીતે સમજાવે છે.

મિત્રો વાત ગમી હોય તો મિત્રો સાથે share કરજો like કરજો  ............Nisvarth Prem 


Mother's love for son interesting story





Saturday, May 9, 2020

Positive attitudes of CORONA, COVID 19 ના હકારાત્મક પાસાં, lock down 4.0


Positive attitudes of CORONA
         

દોસ્તો , આ આર્ટિકલને ૫ મિનીટ આપી જરૂર થી વાંચજો, આજે CORONA મહામારીથી આખી દુનિયા પીડાઈ રહી છે. આખી દુનિયા એનો સામનો કરી રહી છે કે ,આ મહામારી સામે કઈ રીતે જીતી સકાય એમાં આપણા દેશનો પણ સમાવેશ થઇ જાય.
        આપણે બધા જાણીએ છીએ કે આ એક ભયંકર રોગ છે. જેમાંથી આપણે સરકારની ગાઇડ લાઈનથી બચી શકીએ છીએ ,આ મહામારી થી બચવા જે નિયમો બનાવ્યા છે એનું પાલન કરીશું તો  આપણે ચોક્કસ આમાંથી બચી શકીશું અને પરીવારને પણ સુરક્ષીત રાખી શકીશું.
ખાસ વાત તો એછે દોસ્તો કે, આ મહામારી આપણને કઇંક કહેવા માંગે છે કંઇક યાદ આપાવે છે જે આપણે ભૂલી રહ્યા છીએ.
          

Positive attitudes of CORONA
     corona------- કહે છે કે, આપણી સંસ્કૃતિ શું છે આપણે કયા ધર્મમાં માનીએ છીએ ,આપણે  કયા વ્યવસાય સાથે સંકળાયેલ છીએ , આપણી આર્થિક પરિસ્થિતિ કેટલી સારી છે સમાજમાં આપણું કેટલું માન છે.આપણે ગરીબ છીએ કે અમીર આપણા પાસે કરોડોનો બંગલો છે કે પછી નાનકડી ઝુંપડી --------એનું કોઈ મહત્વ નથી દોસ્તો, કારણકે આ રોગ આમાંથી કશું જ જોઇને થતો નથી.....આ રોગ આપણા બધા સાથે સમાન રીતે વર્તાવ કરે છે ........તો દોસ્તો આપણે કેમ ભેદભાવ રાખીએ આપણે પણ દરેક વ્યક્તિ સાથે સમાન રીતે વર્તવું જોઈએ ......જે લોકો ભૂલી રહ્યા છે.

Positive attitudes of CORONA

corona------- સમજાવે છે કે, આપણો પરીવાર આપણું કુટુંબ આપણું  જીવન કેટલું મહત્વપૂર્ણ છે અને દોસ્તો આપણે બધાએ સુખી સમૃદ્ધ થવા માટે આપણી આર્થીક સ્થિતિ સારી કરવા માટે આપણે કેટલું અવગણ્યું છે.આજે આપણને સમજાય છે કે પરીવાર શું છે. આજે પરીવાર સાથે ૨૪ કલાક રહીએ છીએ તો પણ કદાચ એ આપણને ઓછા લગતા હોય એવું લાગે છે.....તો દોસ્તો યાદ કરો LOCKDOWN પહેલાના દિવસો એ દિવસોમાં  જે સમય તમે પરિવારને માટે ફાળવતા શું એ પૂરતો હતો ?  
corona------- કહેવા  માંગે છે કે આપણે બધા એક બીજા સાથે જોડાયલા છીએ, કેવી રીતે સમજાવે છે આપણે સારી રીતે જાણીએ છીએ દોસ્તો કે જે મને થાય છે એ તમને થાય છે તમને થાય છે એ બીજાને થાય છે મતલબ કે જે અસર એક વ્યક્તિને થાય છે તેની અસર બીજા પર પડે જ છે. તો દોસ્તો એક બીજા સાથે વેરભાવ શા માટે ?

Positive attitudes of CORONA

corona------- સાથે સાથે એ પણ યાદ અપાવે છે કે આ દુનિયામાં જે લોકો જુલ્મી બનીને આખી જીંદગી દમન કરે છે તેમના પર કોરોના દમન કરી એમની ભૂલો એમને યાદ અપાવે છે ......દોસ્તો આપણું સાચું કામ ફક્ત આપણું વિચારવામાં નથી કે જે બસ આપણા પૂરતું સીમિત બની રહે. આપણું સાચું કામ તો એક બીજાની મદદ કરવાનું એક બીજાની સુરક્ષા કરવાનું બીજાને જયારે આપડી જરૂર હોય ત્યારે હરખ ભેર એની સાથે રહી મદદ કરવાનું છે જે કદાચ આપણે ભૂલી રહ્યા છીએ જેના કારણે જે સમાજમાં અકલ્પ્ય  ઘટનાઓ બને  છે ત્યારે માનવતા મરીપરવારી હોય એવું લાગે છે.

Positive attitudes of CORONA
corona------- આપણું અભિમાન દુર કરવાનું અને સદાચારી અને સહકાર ભર્યું જીવન જીવવાનું યાદ કરાવે છે કારણ કે આપણે ગમેતેટલા શક્તિશાળી હોઈએ ભલે ને  આપણે આર્થિક કે રાજકીય રીતે પાવરફૂલ હોઈએ પણ પળવારમાં આ બધું નેસ્તનાબૂદ થઇ શકે છે.
દોસ્તો CORONA મહામારી છે એ ચોક્કસ વાત છે ...અને આપણે સ્વીકારવી રહી...પણ એ જીવનના ઘણા સારા પાઠ શીકવી જાય છે જે આપણે જીવનમાં ઉતારવા રહ્યા


આભાર -------------------Nisvarth Prem                        

Positive attitudes of CORONA

Top five love quotes in gujarati

Top five love quotes in gujarati



અમુક લોકોની ખાસિયત હોય છે કે, કે પોતાની જરૂરીયાત માટે ગમે તે હદ સુધી જાય છે. જ્યારે કામ પતે એટલે તું કોણ અને હું કોણ એવા પ્રકારનું વર્તન જોવા, મળે છે અને પાછી જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરે છે , અને આપણો ઉપયોગ કરી લે છે, જો  આવું કોઈ તમારી સાથે કરતુ હોય તો સમજવું કે તમે એના હળવા સમયના કિરદાર છો......Nisvarth Prem 



Top five love quotes in gujarati


કોઈ જોડે લાંબા સમયથી વાત કરતા હોઈએ અને બંને પાત્રો માંથી જો કોઈ એક ની વાત કરવાની રીતમાં થોડો બદલાવ આવે એનો મતલબ કાતો એ વ્યક્તિને વાત કરવી નથી ગમતી કાતો સમયનો અભાવ છે  ત્યારે કહી શકીએ કે વાત તો કરે છે પણ વાતો નહિ ........Nisvarth Prem


Top five love quotes in gujarati


પણે સાંભળ્યું છે કે ભાઈ હૃદયના ઘા બહુ ઊંડા હોય છે  અને હૃદયથી બાંધેલી લાગણીઓ ને ક્યારે પૂર્ણવિરામ હોતું નથી ...કારણ કે જો કોઈ દિલથી સબંધ બાંધે  તો એ કોઈ પણ સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિમાં ભૂલવો અશક્ય બને છે.  એવી જ રીતે જો કોઈ બોલવા ખાતર બોલી જાય તો તકલીફ નથી થતી પણ જો હૃદયથી બોલી જાય તો એના ઘા બહું ઊંડે સુધી લાગે છે જે ક્યારે રુજાતા નથી ......ત્યારે કહી શકાય કે  હૃદયની વાતને ક્યારે પૂર્ણવિરામ હોતું નથી .......Nisvarth Prem 




Top five love quotes in gujarati

  

આપણે જાણીએ છીએ કે એક દિવસમાં ૨૪ કલાક હોય છે, પણ આ ૨૪ કલાક જ્યારે આપણે આપણા પ્રિય વ્યક્તિ જોડે હોઈએ કે આપણા માતા પિતા કે ભાઈ બહેન જોડે હોઈએ ત્યારે સમય ક્યા જાય છે તે ખબર નથી રહેતી પણ જયારે આમાંથી કોઈ આપણને યાદના કરે ત્યારે ખબર પડે છે કે, ઘણા કલાક હોય છે, દિવસમાં .......Nisvarth Prem




Top five love quotes in gujarati


 આ એક સાચા પ્રેમની ખાસિયત છે, જે હમેશા એવી આશા રાખે છે કે,પોતાનું  પ્રિય પાત્ર સુખ દુખ બધામાં પોતાની સાથે હોય અને જયારે બંને સાથે હોય છે ત્યારે એક અલગ જ તાકાત એમની સાથે હોય છે .......કારણ કે બંને એક બીજા વિના અધૂરા હોય એવું લાગે છે માટે.................તું મારી સાથે હોય તો મને મારા હોવાનો અહેસાસ થાય છે ...  .......Nisvarth Prem






Top five love quotes in gujarati